ભારત તાકાતના દમ પર નહીં પરંતુ વિમર્શની શક્તિથી સમસ્યા ઉકેલે છે: PM મોદી
IIM કોઝિકોડના વિદ્યાર્થીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કરતા પીએમ મોદી (Narendra Modi) એ કહ્યું કે ખુલ્લાપણું, વિભિન્ન વિચારો પ્રત્યે સન્માન અને નવાચાર ભારતીય ચિંતનની સહજ પ્રક્રિયા છે.
Trending Photos
નવી દિલ્હી: IIM કોઝિકોડના વિદ્યાર્થીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કરતા પીએમ મોદી (Narendra Modi) એ કહ્યું કે ખુલ્લાપણું, વિભિન્ન વિચારો પ્રત્યે સન્માન અને નવાચાર ભારતીય ચિંતનની સહજ પ્રક્રિયા છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દુનિયા ધૃણા, હિંસા, સંઘર્ષ અને આતંકવાદથી મુક્તિ ઈચ્છે છે તો ભારતીય જીવનની રિતભાત એક આશાના કિરણ જેવું છે. તેમણે કહ્યું કે ભારતે સંઘર્ષને ટાળવા માટે ક્યારેય તાકાતનો ઉપયોગ કર્યો નથી પરંતુ વિમર્શની શક્તિથી સંઘર્ષને ટાળ્યો છે.
આ સાથે જ તેમણે કહ્યું કે પશ્ચિમી દેશોની મહિલાઓને મતનો અધિકાર આપવામાં દાયકા ગયા પરંતુ આપણા બંધારણે પહેલા દિવસથી જ મહિલાઓને આ અધિકાર આપી દીધો. તે સાથે જ પીએમ મોદીએ કહ્યું કે ભારતીય ચિંતને દુનિયાને ઘણું બધુ આપ્યું અને હજુ પણ ઘણું બધુ આપવાની સંભાવના છે. મહાત્મા ગાંધીએ દુનિયાને શાંતિના એ સંદેશાઓ આપ્યાં જેના લીધે ભારતને આઝાદી મળી. સંવેદના, ભાઈચારો, ન્યાય સેવા અને ખુલ્લાપણું એ ભારતના કોર વિચાર રહ્યાં છે અને આ આદર્શો આજે પણ ભારતીય મૂલ્યોના કેન્દ્રબિન્દુ છે. પોતાના આ જ મૂલ્યોના કારણે આપણી ભૂમિએ દુનિયાનું સ્વાગત કર્યું. જ્યારે બાકીના ન કરી શક્યા ત્યારે આપણી સભ્યતા તે વખતે વિક્સી. કેમ? કારણ કે આપણે શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપ્યો.
જુઓ LIVE TV
પીએમ મોદીએ ભારતીયોના તે પ્રયત્નોને પણ બિરદાવ્યા જેના થકી પર્યાવરણ સંરક્ષણ માટે કાર્બન ઉત્સર્જનમાં કાપ મૂકાઈ રહ્યો છે. સકારાત્મક પહેલને લઈને દેશના વન ક્ષેત્ર અને વાઘની સંખ્યા વધવા અંગેનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો. આ સાથે જ પીએમ મોદીએ આઈઆઈએમ કોઝિકોડના એમડીએક્સ કોમ્પલેક્સમાં સ્વામી વિવેકાનંદની આદમકદ પ્રતિમાનું પણ અનાવરણ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે